બપોરે બહાર ન નીકળવા આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નિલમ પટેલનો અનુરોધ - Surat - SURAT
🎬 Watch Now: Feature Video
Published : May 25, 2024, 4:17 PM IST
સુરતઃ આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નિલમ પટેલ સુરત આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજયભરમાં હીટ સ્ટ્રોકથી રક્ષણ મેળવવા માટે સાવચેતી એજ સલામતી સાથે લોકોને જરૂરી પગલાઓ લેવા અને કામ વિના બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીના કારણે રાજયભરમાં 108માં દૈનિક 50 કેસીસ નોંધાયા હતા. જેમાં છેલ્લા 4 દિવસથી હિટ સ્ટ્રોકના કારણે વધીને કેસોની સંખ્યા અનુક્રમે 106, 132, 188 અને ગઈકાલે રાજ્યભરમાં 224 કેસીસ નોંધાયા છે. તાપમાન વધવાને કારણે કેસોની સંખ્યા વધી રહી છે. લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરી હતી. લોકોને પાણી, લીંબુ શરબત, ORSનું પાણી પોતાની સાથે રાખવા અપીલ કરી હતી. દિવસમાં 3થી 4 લીટર પાણી પીવું હિતાવહ છે. બપોરના સમયે બાળકો તથા મોટી ઉમરના વ્યકિતઓએ બહાર ન નીકળવાનો અનુરોધ કર્યો હતો. બાંધકામ સાઈટ પર બપોરના 12થી 4 કલાક સુધી કામ ન કરવા સુચના આપવામાં આવી છે. સુરત કોર્પોરેશન દ્વારા બસ સ્ટેશનો પર પાણી, ORSની વ્યવસ્થા તથા ભિક્ષુકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. હવામાનની આગાહી મુજબ 3 દિવસ હીટવેવ રહેવાનું ડો. નિલમ પટેલે જણાવ્યું હતું.