સુરત જિલ્લા કોંગ્રેસ નેતા દર્શન નાયકની બારડોલી લોકસભાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ - Congress leader Darshan Nayak - CONGRESS LEADER DARSHAN NAYAK
🎬 Watch Now: Feature Video
Published : Apr 7, 2024, 7:28 AM IST
સુરત: લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમજ ચૂંટણી માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા આગેવાનોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે.ત્યારે સુરત જિલ્લાના લડાયક નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ દ્વારા કોંગ્રેસ નેતા દર્શન નાયકને બારડોલી લોકસભાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. સિદ્ધાર્થ ચૌધરીને જીતાડવા માટે હાલ કોંગ્રેસ અને AAP ના કાર્યકરો કામે લાગી ગયા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
સુરત જિલ્લા કોંગ્રેસ નેતા દર્શન નાયકએ જણાવ્યું હતું કે હું ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બારડોલી લોકસભા બેઠક પર પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હું પ્રદેશ સમિતિનો આભાર વ્યક્ત કરું છું. કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મત મળે એ દિશામાં મારી કામગીરી રહેશે.