thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 6:53 PM IST

ETV Bharat / Videos

સુરત ક્રાઈમ બ્રાન્ચે ક્રુડ ઓઈલની ચોરી કરતી આંતર રાજ્યગેંગના બે કુખ્યાત આરોપીઓને ઝડપ્યા - Surat Crime Branch

સુરત: ક્રુડ ઓઈલની ચોરી કરતી આંતર રાજ્યગેંગના 2 કુખ્યાત આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. બંને આરોપીઓએ દેશની પ્રતિષ્ઠિત I.O.C.L. કંપનીમાંથી રાજસ્થાનના અલગ-અલગ જગ્યાઓએથી પંચર કરી કરોડોની ઓઈલ ચોરીઓ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની અને રમેશભાઈ વાછાણીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી રમેશભાઈ વાછાણી જેઓ ઓઇલ વેચવાનું નેટવર્ક ચાલવતો હતો. રાજસ્થાનથી ઓઇલ ચોરી કરી છેક હૈદરાબાદ વેચવા માટે જતો હતો. તે ઉપરાંત આ રીતે બંને આરોપીઓએ ઓઇલ વેચીને સરકારને રૂપિયા 2.16 કરોડનું નુકસાન કર્યુ છે. જે ગુનો પણ જે તે  વખતે ડિટેક્ટ કરી લેવામાં આવ્યો હતો. આ આરોપીઓ જ્યાંથી ઓઇલની પાઈપ લાઈન જતી હોય ત્યાંથી 6 થી 7 ફૂટનો ખાડો ખોદીને પાઈપમાં પંચર કરીને તેમાં વાલ લગાવીને ઓઈલની ચોરી કરતા હતા.  

આંતર રાજ્ય ગેંગઃ સુરત ક્રાઈમ બ્રાન્ચના PI કે. આઈ. મોદીએ જણાવ્યું હતું કે,  આ ગેંગ આંતર રાજ્ય ગેંગ છે. જેમાં પકડાયેલ આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની વિરુદ્ધ અગાઉ મહેસાણામાં 6 જેટલાં ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે તેની સાથે આરોપી રમેશ જે મૈન સપ્લાયર છે તેના વિરુદ્ધમાં રાજસ્થાનના માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત રમેશ પોતે જ ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો. ખાસ કરીને હૈદરાબાદમાં જઈને ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો. તથા આજ સુધી બંને આરોપીઓએ ઓઇલ વેચીને સરકારને રૂપિયા 2.16 કરોડનું નુકસાન ગયું હતું. જે ગુનો પણ જે તે વખતે ડિટેક્ટ કરી લેવામાં આવ્યો હતો.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.