સુરતમાં ડોક્ટરોની હડતાળ : વર્ગ 4 ના કર્મચારીઓ રોડ પર ઉતર્યા, હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી - Surat doctor strike
🎬 Watch Now: Feature Video
Published : Aug 16, 2024, 5:20 PM IST
સુરત : કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલા બળાત્કારના કેસના પડઘા સુરતમાં પડ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નિર્ણય બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલમાં કેટલીક OPD ચાલુ થઈ છે. જોકે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. OPD બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે. 200થી વધુ સફાઈ કર્મચારીઓ વિવિધ માંગને લઈને RMO ઓફિસની બહાર રોડ ઉપર બેસી વિરોધ દર્શાવી રહ્યા છે. ડોક્ટરોની હડતાળ વચ્ચે મીડિયાને જવાબ આપવાથી ભાગી રહેલા સુપ્રિટેન્ડેન્ટ આ મામલે પણ ઉડાવ જવાબ આપ્યો હતો. એક સાથે આટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં તંત્ર દોડતું થઈ ગયું હતું.