સુરતના ભટાર વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના, જુઓ CCTV ફૂટેજ - Surat wall collapse - SURAT WALL COLLAPSE
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 3:24 PM IST
સુરત : રાજ્યભરમાં ચોમાસાની શરૂઆતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. ભટાર વિસ્તારમાં વરસેલા વરસાદના કારણે દીવાલ પડી ગઈ હતી. જેને લઈને નાસભાગ મચી ગઈ હતી. દીવાલ ધરાશાયી થવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા હતા. સુરત જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. વરસી રહેલા ભારે વરસાદને લઈને હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.સુરત શહેરના ભટારમાં એક વર્ષ અગાઉ બનેલા ટેનામેન્ટની દીવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. ચાલુ વરસાદે દીવાલ ધરાશાયી થતા હાજર લોકોમાં ભય જોવા મળ્યો હતો. સાથે જ સ્થાનિક લોકોએ દીવાલની કામગીરી પર પણ સવાલો કર્યા હતા. દીવાલ ધરાશાયી થવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.