સુરતમાં દુષ્કર્મના ગુનેગારને કોર્ટે સજા ફટકારી, ગર્ભવતી પીડિતાનું DNA આરોપી સાથે મેચ ન થયું - Surat Rape case
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 3:08 PM IST
સુરત : ઉધના ખાતે રહેતી 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે સજા ફટાકારી છે. કોર્ટે ગુનેગારને 20 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં પીડિતા ગર્ભવતી બની હતી, પરંતુ આરોપી સાથે તેનું DNA મેચ થયુ નહતું. સરકાર પક્ષે સંતોષ ગોહિલે દલીલો કરી હતી કે, પીડિતાની જુબાની અને મેડિકલ એવિડન્સના આધારે સાબિત થાય છે કે, આરોપીએ વારંવાર બળાત્કાર ગુજાર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, પીડિતા શાળામાં અભ્યાસ કરે છે. આરોપીના આ કૃત્યને લીધે પીડિતા ઉપરાંત તેના માતા-પિતા અને પરિવારને માનસિક યાતના વેઠવી પડી છે. દરમિયાન, કોર્ટે પીડિતાને 1.50 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.