કીમ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાયો, કેટલાંક વિસ્તારો વીજળી ડૂલ - Unseasonal Rain fallen in kim area
🎬 Watch Now: Feature Video
Published : May 14, 2024, 10:17 PM IST
સુરત: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 12થી 16 મે દરમિયાન સુરત અને તાપી જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે 13મી મે સોમવાના રોજ દિવસ દરમિયાન ઉકળાટ રહ્યો હતો, અને સાંજે 4.30 કલાક બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૂસવાટાભેર પવન ફૂંકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનના સસૂવાટા સાથે આંધી ત્રાટકી હોય તેવો ભારે પવના ફુંકાયા બાદ કેટલાક સમય માટે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બીજી તરફ વરસાદી છાંટા પણ પડયા હતાં. પવનને કારણે સાંજે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. બપોરે 4.00 કલાકે 38 ડિગ્રી વાતાવરણ હતું. 4.30 કલાક બાદ વાતાવરણમાં પલટો આવતાં વાતાવરણમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં 36 ડિગ્રી થઈ ગયું હતું. જોકે રાત્રે 9 વાગ્યા આસપાસ જાણે ચોમાસાનું આગમન થતું હોય એમ વરસાદ વરસવાનું શરૂ થયું હતું.અને લગભગ અડધી કલાકથી વધુ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વરસેલા વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તો ભારે પવનના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને અંધારપટ છવાયો ગયો હતો. કિમ ગામના સ્થાનિક વિજયભાઈએ જણાવ્યું હતું કે, કિમ તેમજ આસપાસના ગામોમાં રાત્રિના 9 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો.તેમજ અડધી કલાક છુંટો છવાયો વરસાદ પડ્યો હતો.જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ગરમીથી રાહત થઈ હતી.