ભાવનગરમાં ભગવાન જગન્નાથની નગરયાત્રા નીકળી, ટ્રકોમાં અગ્નિકાંડ અને હરણીબોટ કાંડની જોવા મળી - rathyatra 2024 - RATHYATRA 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 1:55 PM IST

ભાવનગર: ભાવનગરમાં ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા સવારે વિધિવત રીતે પ્રારંભ થઇ ગઈ હતી. સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરે હાથી, ઘોડા, અખાડા, ટ્રકો, છકડા વગેરે ભગવાનને નગરચર્યાએ લઈ જવા આગળ રહ્યા હતા. સવારે સોનાના સાવરણાથી પહિંદ વિધિ કરવામાં આવી હતી. જેમાં મહારાજા, સાંસદ, ધારાસભ્યોના હસ્તે આ વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં એક ટ્રકમાં વાલીઓ જાગો સાથેના સૂત્ર સાથે ગેમઝોન, હરણી બોટકાંડ, અગ્નિકાંડ વગેરે સાથેનો પણ સ્લોટ જોવા મળ્યો હતો. ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન નગરચર્ચાએ નીકળ્યા છે. તેમજ એસઆરપી અને આરએએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. અને રથના દર્શનાર્થે લાખો લોકોની ભીડ રસ્તા પર ઉમટી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.