ST બસને ટ્રેક્ટરનો સહારો, ઉમરપાડામાં ST બસ બ્રેકડાઉન થતાં ટ્રેકટરથી ખેંચવી પડી, વીડિયો થયો વાયરલ - ST bus broke down in Umarpada - ST BUS BROKE DOWN IN UMARPADA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 11:18 AM IST

સુરત: ગુજરાત એસટી કોર્પોરેશનના સુરત વિભાગના બારડોલી એસટી ડેપોમાંથી સુરતથી ઉભારીયા ગામ સુધી એસટી રૂટનું સંચાલન થાય છે. લાંબો રુટ હોવાથી ઘણા બધા લોકો આ માર્ગેથી બસમાં પરિવહન કરે છે. છતાં આ રૂટ પર તદ્દન ખખડધજ બસ નંબર-4121 દોડાવાય છે. જે વારંવાર ખોટકાઈને બ્રેકડાઉન થાય છે. જેમાં તા. 4 અને 8 જૂનના રોજ સવારે બસ ચાલુ જ નહીં થતાં અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. અંતે ગામમાંથી ટ્રેક્ટર લાવી તેની પાછળ એસટી બસ બાંધી ખેંચીને બસ ચાલુ કરવામાં આવી હતી. ઉભારીયા ગામના સામાજિક કાર્યકર શંકર ચૌધરીએ ગુજરાતના રાજયપાલ સહિત એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. ગુજરાતના રાજ્યપાલ અને એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ જવાબદારો સામે કડક પગલાં ભરે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત હાલ સરકારી બસને ટ્રેકટરથી ખેંચતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.