લાંઘણજ ખાતે ધુધળીનાથ મહારાજ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા - GURU PURNIMA - GURU PURNIMA
🎬 Watch Now: Feature Video
Published : Jul 21, 2024, 9:17 PM IST
મહેસાણા: આજે ગુરુપૂર્ણિમાના પર્વે સૌ શિષ્યો પોતાના ગુરુને શીશ નમાવવા અચૂક જતા હોય છે. ત્યારે મહેસાણાના લાંઘણજ નજીક આવેલ ધુધળીનાથ મહારાજના આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાના પર્વે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. 'શિષ્ય કોઈ ખોટા રસ્તે જતો હોય તો સાચો રસ્તો બતાવે તે ગુરુ' શિષ્યને કોઈ ખોટા માર્ગે ન જવા દે તે પણ ગુરુ જ હોય છે. ત્યારે આજે ગુરુપૂર્ણિમાના દિવસે આવા દરેક શિષ્યો પોતાના ગુરુને અચૂક યાદ કરી નમન કરવા પહોંચી જતા હોય છે. મહેસાણાના લાંઘણજ નજીક આવેલા ધુધળીનાથ મહારાજ આદેશ આશ્રમ સાલડી ખાતે પણ આજે મોટી સંખ્યામાં ભક્ત શિષ્યો ઉમટી પડ્યા હતા. જ્યાં સમગ્ર દિવસ દરમિયાન વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 1200 વર્ષ જૂની ગુરુજીની સમાધિના દર્શન કરી ભક્ત શિષ્યોએ આજે આનંદ અનુભવ્યો હતો. વહેલી સવારે આશ્રમ ખાતે જ્યોત પ્રાગટ્ય બાદ મહાપ્રસાદ, મહાઆરતી અને જ્યોત વરામણા યોજાયા હતા.આશ્રમ ખાતે શ્રી રામદેવજી મહારાજનો એક જ્યોત પાઠ પણ કરવામાં આવ્યો હતો.