જોખમ વહોરી મત આપતા વૃદ્ધ મહિલા બોલી હે ભગવાન ! વડોદરાના કેટલાક મતદાન મથક સુવિધાનો અભાવ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 7:50 PM IST
વડોદરા : લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનમાં નાગરિકોની સુવિધા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના કારણે આ સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની હતી. વડોદરા શહેરમાં કેટલાક મતદાન મથકો પર અપૂરતી સુવિધા જોવા મળી હતી. કેટલાક મતદાન મથકો પર અશક્ત અને વૃદ્ધ લોકોની સુવિધા માટે વ્હીલચેર આપવામાં આવી હતી. પરંતુ તેને ચડાવવા માટે પગથિયાં પર ઢાળ અથલા સ્લોપ મૂક્યો હતો, જેના પર ચડવામાં મતદારો ભારે પરેશાન થયા હતા. હિટવેવની સ્થિતિમાં મતદારોની તરસ છીપાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાણીના જગ મુકવામાં આવ્યા હતા. પરંતુ પાણીના જગ ખાલી થયા બાદ તે ફરીથી ભરવામાં ન આવતા મતદારો પરેશાન જોવા મળ્યા હતા.