અલંગ શિપબ્રેકિંગ યાર્ડ મુદ્દે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલનું નિવેદન, જુઓ વિડીયો - Shaktisinh Gohil in Parliament - SHAKTISINH GOHIL IN PARLIAMENT
🎬 Watch Now: Feature Video
Published : Aug 8, 2024, 5:20 PM IST
હૈદરાબાદ: ગુજરાત કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એશિયામાં સૌથી મોટું અને સૌથી પ્રખ્યાત શિપબ્રેકિંગ યાર્ડ ગુજરાતના ભાવનગરમાં આવેલું છે. જેનું નામ અલંગ શિપબ્રેકિંગ યાર્ડ હતું. ભાજપ સરકારની ખોટી નીતિઓને કારણે આજે અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ધૂળ ખાઈ રહ્યું છે. શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટો ખાલી પડ્યા છે, જહાજો આવતા નથી અને યાર્ડની હાલત ખરાબ છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને તાઈવાનમાં શિપબ્રેકિંગ યાર્ડ ચાલે છે પરંતું આપણા દેશમાં ભાવનગર, ગુજરાતમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડ કેમ નથી ચાલતું? તેના પર વિચાર કરવા જેવું છે. સંસદમાં શક્તિસિંહે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતાં આકરા પ્રહાર પણ કર્યા હતા.