ઓલિમ્પિકમાં ભારતની જીતની રિલાયન્સ ફાઉન્ડેશને કરી ઉજવણી, પેરિસના ઇન્ડિયા હાઉસમાં ખાસ કાર્યક્રમ - Paris Olympics 2024
Published : Jul 31, 2024, 7:05 PM IST
ફ્રાન્સ : ભારતીય ઓલિમ્પિક સ્પર્ધકોનો આત્મવિશ્વાસ વધારવા તેમના ઘરથી દૂર તેમના ચાહકો દ્વારા પેરિસમાં ઈન્ડિયા હાઉસ ખાતે ખાસ આયોજન કરવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ઇન્ડિયા હાઉસ દ્વારા ઓલિમ્પિકમાં ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી. અહીં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી દ્વારા ઓલિમ્પિયનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે અહીં બ્રોન્ઝ મેડલ વિજેતા સરબજોત સિંહ સહિત ટોચના ભારતીય એથ્લેટ્સ જેમ કે રોહન બોપન્ના, શરથ કમલ, મણિકા બત્રા અને અર્જુન બબુતા ઉપસ્થિત રહ્યા હતા.
નીતા અંબાણીએ કહ્યું કે, “ઓલિમ્પિકમાં સૌપ્રથમ ઈન્ડિયા હાઉસમાં આપનું સ્વાગત છે. ભારતીય એથ્લેટ આજ, આવતીકાલ અને હંમેશ માટેના આઇકોન છે. ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ખેલાડીઓ આજે અહીં હાજર છે. તમે દરેકે અમને ગર્વથી માથું ઉંચુ રાખવાનું ગૌરવ અપાવ્યું છે.”