પોરબંદરમાં જગન્નાથમંદિરમાં ભક્તોએ કર્યા પ્રભુના રથના આરૂઢ દર્શન - rath yatra 2024 - RATH YATRA 2024
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 4:54 PM IST
પોરબંદર: આજે અષાઢી બીજ ના દિવસે પ્રભુસિંહ જગન્નાથની રથયાત્રા ઠેર ઠેર નીકળે છે. ત્યારે પોરબંદરમાં આવેલ જગન્નાથના મંદિરમાં જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીના દર્શન નો લાહાવો લેવા ભક્તો ઉમટી પડ્યા હતા. પોરબંદરની મધ્યમાં અંદાજિત 150 થી પણ વધુ વર્ષ જુના જગન્નાથ મંદિરમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હતી. પરંતુ કોઈ કારણોસર આ રથયાત્રા છેલ્લા ઘણા વર્ષથી બંધ કરવામાં આવી છે. જેનું કારણ જણાવતાં જગન્નાથ મંદિરના પૂજારી ઘનશ્યામ રામાવતે જણાવ્યું હતું કે અગાઉ રથમાં કોઈ ખામી સર્જાય હતી. જેના કારણે રથયાત્રા હવે બંધ રાખવામાં આવી હતી અને ત્યારબાદ કોરોના કાળમાં પણ રથયાત્રા બંધ રાખવામાં આવી હતી. હવે રથયાત્રા ફરીથી કાઢવામાં આવી નથી અને આજે પણ અષાઢી બીજ નિમિત્તે પ્રભુ જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિને રથ પર આરુઢ કરવામાં આવે છે અને ભક્તો મંદિરમાં જ પ્રભુના દર્શન કરે છે. સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા ઊમટે છે. ફણગાવેલા મગ તથા ચણા પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવે છે.