રાજકીય સન્માન સાથે રામોજી રાવના અંતિમ સંસ્કાર, હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીથી LIVE, - Ramoji Rao Last Respects At Rfc - RAMOJI RAO LAST RESPECTS AT RFC
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 9:05 AM IST
|Updated : Jun 9, 2024, 12:00 PM IST
હૈદરાબાદ: ઈનાડુ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવનું ગઈકાલે હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે 4.50 વાગ્યે તેમનું નિધન થયું હતું. રામોજી રાવ સૌથી મોટા ટેલિકાસ્ટ થતાં તેલુગુ ડેઈલી 'ઈનાડુ', 'ETV' ચેનલ ગ્રુપ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક હતા. તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. આંધ્ર પ્રદેશ સરકારે બે દિવસ (9 અને 10 જૂન) માટે રાજ્ય શોક જાહેર કર્યો છે.સરકારના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ, આરપી સિસોદિયા, સાઈપ્રસાદ અને રજત ભાર્ગવ, આંધ્ર પ્રદેશ સરકારના પ્રતિનિધિ તરીકે રામોજી રાવના અંતિમ સંસ્કારમાં હાજરી આપી રહ્યાં છે. હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટી ખાતે રામોજી રાવના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.
Last Updated : Jun 9, 2024, 12:00 PM IST