Ram mandir: ફુલોથી શણગારવામાં આવી રહ્યું છે નવનિર્મિત રામ મંદિર, જુઓ વીડિયો - રામ મંદિર અયોધ્યા
🎬 Watch Now: Feature Video
Published : Jan 20, 2024, 7:59 AM IST
અયોધ્યા: અયોધ્યામા નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે, ત્યારે મંદિર ટ્ર્સ્ટ તરફથી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ નવનિર્મિત રામ મંદિરમાં સાફ સફાઈથી લઈને મંદિરને શણગારવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ વ્યવસ્થાની સુદ્રઢ ખાતરી કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી રામ ભક્તો, સ્વયંસેવકો દ્વારા રામ મંદિરને ફુલોથી શણગારવામાં આવી રહ્યું છે. પીળા અને કેસરી રંગના ગેંદાના ફુલોથી રામ મંદિરને સુશોભિત કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોનો પ્રવાહ પણ ધીરે ધીરે રામ મંદિર અને અયોધ્યામાં વધી રહ્યો છે. એમ કહીએ તો કોઈ અતિશોયુક્તિ નથી કે સમગ્ર અયોધ્યા અને યુપી રામ મય બની ગયું છે.