રક્ષાબંધન પર્વે સુરતમાં બહેનો અને બાળકોને ફ્રીમાં મુસાફરી કરાવશે સિટી બસ સેવા - Raksha Bandhan 2024 - RAKSHA BANDHAN 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 18, 2024, 10:42 AM IST
સુરત: રક્ષાબંધનના તહેવારને લઈને સુરત શહેરમાં સુરત સિટી લીંક લી. અંતર્ગત કાર્યરત BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીનાં બાળકોને ફ્રીમાં મુસાફરી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનનાં પવિત્ર તહેવારના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીના બાળકોને BRTS બસો તેમજ સિટી બસમાં ફ્રી મુસાફરી કરવા દેવા અંગે જણાવવામાં આવ્યું છે. 19 તારીખ સોમવારના દિવસનાં રોજ રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે સુરત સિટી બસ અને BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષનાં બાળકોને ફ્રીમાં મુસાફરી કરવા બાબતની વ્યવસ્થા કરવામાં આવ્યા છે. આથી શહેરની તમામ બહેનોને જાહેર પરિવહન સેવાનો વધુને વધુ લાભ લેવા બાબતે અનુરોધ કરાયો છે. મહત્વપૂર્ણ છે કે, સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે, જ્યાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2 લાખ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે.