રાજકોટના કાલાવડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના, વૃદ્ધાનું કરુણ મૃત્યુ - Rajkot News - RAJKOT NEWS
🎬 Watch Now: Feature Video


Published : Jul 13, 2024, 3:55 PM IST
રાજકોટઃ મોડી રાત્રે કાલાવાડ રોડ પર કાર ચાલકે વૃદ્ધાને ઢસડી અડફેટે લેતા વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે કાર કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રીના સમયે કાલાવડ રોડ હાઇવે પર કણકોટ નજીક રાધે હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં ફરિયાદીના કહેવા મુજબ કાર ચાલકે ફરિયાદીના માતાને દોઢથી બે કિલોમીટર સુધી ઢસડી બેદરકારી પૂર્વક વાહન ચલાવી મોત નિપજાવ્યું છે. તાલુકા પોલીસે મૃતક વિજયાબેન બથવાર (ઉ.વ.60)ના પુત્ર જગદીશ બથવારની ફરિયાદ પરથી નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર થઇ ગયો છે અને ગાડી મળી આવી હતી, જેનો રજિસ્ટર નંબર છે જી જે-03-NK-2095. આ કાર મૂળ ધોરાજીના વતની સતિષ સિંઘવની છે. પુછપરછ કરતાં તેમને આ કાર તેમના બનેવી જયેશ ડવેરાને ચલાવવા આપી હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે જયેશના ઘરે તપાસ કરી પરંતુ મળી આવ્યો ન હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.