મિત્રએ જ મિત્રની હત્યા કરી! રાજકોટમાં એક યુવાને દગાથી તેના મિત્રની હત્યા કરી નાંખી - Rajkot murder incident - RAJKOT MURDER INCIDENT
🎬 Watch Now: Feature Video
Published : Jun 20, 2024, 1:36 PM IST
રાજકોટ: ગાંધીગ્રામ વિસ્તારમાં ગતરાત્રિએ એક યુવાનને તેના મિત્ર દ્વારા દગાથી બોલાવી હત્યા કરી નાંખી. આ બનાવ સામે આવતા પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઘટનાની મળતી માહીતી મુજબ, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અર્જુન વ્યાસ નામના યુવાન રાત્રિના સમયે સૂતો હતો ત્યારે તેના મિત્ર ક્રુણાલે કોઈ કારણોસર બહાર બોલાવ્યો અને ત્યારબાદ તેની સાથે થોડીવાર બેઠા અને પછી તેની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. કયા કારણોસર હત્યા થઈ તે હજી પણ જાણવા મળ્યું નથી. પરંતુ, મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હોવાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા ગઈ છે.