રાજકોટ દુર્ઘટના પીડિતોને મળવા પહોંચેલા પરસોત્તમ રુપાલા પર પબ્લિકનું 'હલ્લાબોલ' - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
Published : May 28, 2024, 5:09 PM IST
રાજકોટઃ શનિવારે બનેલ રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટના 3 દિવસ બાદ આજે પરસોત્તમ રુપાલા પીડિતોની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે આ દુર્ઘટના બાદ જનતામાં એટલો રોષ છે કે આ રોષના ભોગ પરસોત્તમ રુપાલાએ બનવું પડ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ પરસોત્તમ રૂપાલાને ઘેરી લીધા હતા. એક તરફ મૃતકોના મૃતદેહને મેળવવા માટે તેમના પરિવારો ઝઝૂમી રહ્યા છે બીજી તરફ ઘણા પરિવારો પોતાના લાપતા સભ્યોની માહિતી માટે મથામણ કરી રહ્યા છે. 3-3 દિવસથી કોઈપણ યોગ્ય માહિતી ન મળતા અને યોગ્ય કાર્યવાહી ન થતાં જનતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. આજે હોસ્પિટલમાં પીડિતોની મુલાકાતે આવેલ પરસોત્તમ રુપાલાને આ રોષના ભોગ બનવાનો વારો આવ્યો હતો. પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હું બીજા દિવસે સવારે 8 કલાકથી જ અહીં આવી ગયો છું. સીએમને રુબરુમાં મળનાર હું હતો. મેં તંત્ર સાથે અને પીડિત પરિવારો સાથે કોઓર્ડિનેશન કર્યુ હતું.