રાજકોટ અગ્નિકાંડ મામલે HCમાં સુનાવણી, કોર્ટે કહ્યું- પાલિકાનું તંત્ર બરાબર કામ જ નથી કરતું - Rajkot fire incident hearing in HC
🎬 Watch Now: Feature Video
Published : Jun 13, 2024, 9:04 PM IST
અમદાવાદ: રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. એડવોકેટ પંચાલ દ્વારા બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી. આ ઉપરાંત એડવોકેટ પંચાલે હાઈકોર્ટમાં જણાવ્યું કે, હાઈરાઈઝ બિલ્ડિંગ, હોસ્પિટલ જેવા સ્થળોએ નિયમો અનુસાર ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સમયે-સમયે ચેકિંગ કરવી જોઈએ. વધુમાં એડવોકેટ પંચાલે કહ્યું હતું કે બીયુ પરમિશન આપ્યા વગર વીજ જોડાણ આપવું જોઈએ નહી. આ ઉપરાંત એડવોકેટ પંચાલે કહ્યું કે, મૃતકોના પરિવારને વળતર આરોપીઓના ખીસ્સામાંથી ચૂકવવામાં આવે.