ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા રાજકોટમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને આપાઈ શ્રધ્ધાંજલિ - rajkot fire incidence - RAJKOT FIRE INCIDENCE
🎬 Watch Now: Feature Video
Published : May 30, 2024, 7:48 PM IST
રાજકોટ: ગેમઝોનમાં આગ લાગવાના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓને ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર ઉપલેટાના આગેવાનો, અગ્રણીઓ વેપારીઓ સહિતના સૌ કોઈ લોકો જોડાયા હતા. રાજકોટ ખાતે આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવાર 25 મે 2024 ના રોજ આગનો બનાવ બન્યો હતો, જેમાં આગ લાગવાના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. આગ લાગવાની આ ઘટના એટલી હદ સુધી વધી ગઈ કે થોડા જ સમયની અંદર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તેમજ આ ઘટના પાછળના જવાબદારને કડકમાં કડક સજા મળે તેવા આશ્રય સાથે ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા કટલેરી બજારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટની ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં ઉપલેટાના પરિવારના સભ્યો પણ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મૃતક વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તેમ આ બનાવમાં જે પણ વ્યક્તિઓની બેદરકારી હોય તે તમામને સખતમાં સખત સજા મળે તેમજ મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટે પ્રાર્થના કરી હતી.