રાજકોટના વેપારીએ મહાદેવ માટે બનાવી જમ્બો પાઘડી બનાવી, ઈશ્વરિયા મહાદેવને અર્પણ કરશે - Sawan somvar 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 5, 2024, 10:06 AM IST
રાજકોટ: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે, સૌ કોઈ મહાદેવને રીઝવવા માટે જુદા જુદા પ્રયાસ કરતા હોય છે. ત્યારે રાજકોટના એક વેપારીએ ઝ્મ્બો પાઘડી બનાવી છે જે મહાદેવને અર્પણ કરવાના છે. રાજકોટમાં રહેતા સંજય જેઠવા નામના વેપારીએ 2 દિવસની મહેનત બાદ 15 મીટર કાપડ અને 45 રિંગ સાથેની પાઘડી તૈયાર કરી છે. આ પાઘડી તેઓ માધાપર ગામ નજીક આવેલા ઈશ્વરીયા મહાદેવના મંદિરમાં આજે સોમવારે અર્પણ કરશે. તેઓ દર વર્ષે શ્રાવણ મહિનામાં ઈશ્વરીયા મહાદેવને જુદી જુદી વસ્તુઓ અર્પણ કરે છે. ગત વર્ષે તેમણે આકર્ષક સાફો બનાવી મહાદેવને અર્પણ કર્યા હતો. આ વર્ષે તેઓએ માભાદાર પાઘડી બનાવી છે. સંજય જેઠવાને મહાદેવમાં અતૂટ શ્રદ્ધા છે, તેમાં પણ ઈશ્વરીયા મહાદેવ મંદિરે તેઓ અવારનવાર દર્શન કરવા જતાં હોય છે અને છેલ્લા 10 વર્ષથી દર શ્રાવણ મહિનામાં પોતાના ઘરેથી ચાલીને ઈશ્વરીયા મહાદેવના દર્શન કરવા જાય છે. તેમજ કોઈ અનોખી વસ્તુ ઈશ્વરીયા મહાદેવને અર્પણ કરે છે.