બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ, વાવ અને સુઈગામ હજી પણ સુકા ભઠ - Rain in Banaskantha - RAIN IN BANASKANTHA
🎬 Watch Now: Feature Video
Published : Jul 12, 2024, 8:16 AM IST
બનાસકાંઠા: રાજ્યભર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હજી પણ કેટલાંક જિલ્લાઓમાં જોઈએ એવો વરસાદ પડ્યો નથી, ત્યાર બનાસકાંઠા જિલ્લાના હજુ કેટલાંય તાલુકાઓના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો નથી, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે ગુરૂવારે દાંતા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. તો ધાનેરા તાલુકાના વાછોલ બોર્ડર, બાપલા, કુંડી, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને મગફળી બાજરી જુવાર સહિતના વાવણી કરેલા પાકને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વાવ અને સુઈગામ પંથકમાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.