ખેડામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, માતરમાં 4 ઇંચ અને મહેમદાવાદમાં 3 ઈંચ વરસાદ - rain in kheda

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 12:00 PM IST

thumbnail
ખેડામાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા (etv bharat gujarat)

ખેડા: વિવિધ વિસ્તારોમાં ગતરાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખેડાના નડીયાદ, મહુધા, મહેમદાવાદ, માતર, ઠાસરા અને કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. મહેમદાવાદમાં રાત્રિના 2 વાગ્યાથી સવાર સુધી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માતરમાં રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ થયો છે.જેને લઈ વિવિધ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ થયો છે. વરસાદ થતાં ધરતીપુત્રોમાં નવી આશાનો સંચાર થયો છે. ચોમાસાની શરૂઆત થતાં હવે ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાત્રિથી ધીમી ધારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાતા ભારે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.