ધારાસભ્ય લવિંગજી ઠાકોર મનમુકીને નાચ્યા, ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં કરી મોજ - MLA Lavingji Thakor dance video - MLA LAVINGJI THAKOR DANCE VIDEO
🎬 Watch Now: Feature Video
Published : May 12, 2024, 4:10 PM IST
પાટણ: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મનમુકીને નાચતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાટણનાં રાધનપુર ખાતે ક્ષત્રિય સમાજના 17માં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, આ લગ્ન સમારોહમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મનમૂકીને સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતાં. આ સમૂહ લગ્નોત્સવમાં ઠાકોર સમાજના અગ્રણીઓ સહિત રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. બીજી તરફ આજ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મનમૂકીને સંગીતના સૂર સાથે નાચતા જોવા મળ્યા અને લોકો પણ તેમને જોતા રહી જાય છે ઘણા લોકો તેમને નાચતા જોઈને તેમનો વીડિયો બનાવવા લાગે છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલાં પણ ઘણી વખત લવિંગજી ઠાકોરના જાહેર સમારંભોમાં નાચતા વીડિયો સામે આવી ચુક્યા છે.