આજે અમદાવાદમાં અનેક જગ્યાએ ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન - Protest by taxi drivers - PROTEST BY TAXI DRIVERS
🎬 Watch Now: Feature Video


Published : Jul 25, 2024, 3:58 PM IST
અમદાવાદ: આજે અમદાવાદમાં વહેલી સવારથી ટેક્સી ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેઓએ ભૂખ હડતાળ પર પણ ઉતારવાની ચીમકી આપી છે. અમદાવાદની હજારો ટેક્સીના પૈડાં આજે થંભી ગયા છે. ગાંધીમાર્ગે કરવામાં આવેલા આ આંદોલનમાં શહેરના હજારો ટેક્સી ડ્રાઇવરો પણ જોડાશે. તેઓએ સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રીગેટર કંપનીના ટુ વ્હીલર બંધ કરાવવા માંગ કરી છે. ઉબેર, ઓલા અને રેપિડો કંપની દ્વારા આરટીઓના નિયમ મુજબ ભાડું નથી મળી રહ્યું. આ આંદોલનને કારણે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લે તો આંદોલન લંબાવાની ચીમકી પણ આપી છે.