વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીથી Live - Prime Minister Narendra Modi
🎬 Watch Now: Feature Video
Published : Feb 14, 2024, 7:36 PM IST
|Updated : Feb 14, 2024, 7:43 PM IST
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અબુ ધાબીમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેને 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. 27 એકરમાં બનેલું આ મંદિર રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનથી બનાવવામાં આવ્યું છે. જેમાંથી 13 એકરમાં મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે અને બાકીના વિસ્તારોમાં પાર્કિંગ અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. આ ખાડી પ્રદેશનું સૌથી મોટું મંદિર છે. દુબઈમાં પહેલાથી જ ત્રણ મંદિરો હોવા છતાં અબુધાબીમાં આ પહેલું મંદિર છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. 'વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ'નું આયોજન 'શેપિંગ ધ ગવર્મેન્ટ્સ ઑફ ધ ફ્યુચર' થીમ હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વભરની સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, થિંક ટેન્ક અને ખાનગી ક્ષેત્રના નેતાઓ વચ્ચે સંવાદ સામેલ છે.