અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની રિહર્સલની તૈયારીઓ શરુ - Lord Jagannath 147th Rath Yatra
🎬 Watch Now: Feature Video
Published : Jul 4, 2024, 12:30 PM IST
અમદાવાદ: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કમીશનરે જણાવ્યું છે કે રથયાત્રાની તૈયારીઓ માટે આવતિ કાલથી તારીખ 6 સુધી રિહર્સલ યોજાશે. સુરક્ષા વ્યવસ્થાની પણ તમામ ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ બહારથી પણ પૂરતો ફોર્સ અવી ગયો છે. અને દરેક રથના પથ પર દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં 12 હજાર પોલીસ કર્મીઓ અને લગભગ 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાશે. એસ.આર.પીની 20 કંપનીઓ બહારથી આવી છે. અને 15 કંપની ઓલરેડી આપણી પાસે છે. તેમજ BSF, RAF, CISF ની કંપની પણ જોડાઈ છે. સમગ્ર રૂટ પર 1400 થી વધુ CCTV કેમરા ગોઠવવામાં આવ્યા છે. સાથે તમામ CCTVનું લાઇવ સ્ક્રીનિંગ કન્ટ્રોલ રૂમ, સર્કિટ હાઉસ અને DG ઓફિસમાં કરવામાં આવશે. રથયાત્રાના સ્ટાર્ટિંગ પોઈન્ટ અને સરસપુરમાં ભીડ હોય છે તેથી હાથરસ જેવી ઘટના ન સર્જાય તે માટે પબ્લિક ઉપર થોડી રોસ્ટ્રિક્શન રાખવામાં આવશે.