Ram Ramdir : પોરબંદરના સમુદ્રમાં ઉઠ્યો જય શ્રી રામનો ઉદઘોષ, માછીમારોની હોડી રેલીના દ્રશ્યો જૂઓ - હોડી રેલીના દ્રશ્યો
🎬 Watch Now: Feature Video
Published : Jan 23, 2024, 3:48 PM IST
પોરબંદર : અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઇ છે. સદીઓ બાદ પૂર્ણ થયેલ આ કાર્યને લઇને દેશભરમાં રામભક્તોમાં અપાર ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષપણે જોઇએ તો રામજન્મ ભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે પોરબંદર ખારવા સમાજના માછીમાર ભાઈઓ અને બહેનો દ્વારા ભગવાન રામના આગમનને વધાવવા હોડી રેલી યોજાઇ હતી. ઘૂઘવતાં અફાટ સમુદ્રમાં હોડી રેલી દરમિયાન જય શ્રી રામના ઉદઘોષ સાથે વિજયોત્સવ મનાવાયો હતો. ખારવા સમાજના ભાઈઓ બહેનો તેમની હોડીઓ સુંદર રીતે શણગારી પણ હતી. પોરબંદરના સમુદ્રમાં હોડી રેલી નીકળી હતી અને જય શ્રી રામના ઉદઘોષથી સમુદ્રનું વાતાવરણ રામમય બની ગયું હતું. સૌ લોકોમાં પ્રભુ શ્રી રામ પ્રત્યેની અનેરી ભક્તિનો આનંદ જોવા મળ્યો હતો.