ઘણી વખત એકઝિટ પોલ ખોટા પડ્યા, ઇન્ડિયા ગઠબંધનની 290 થી 295 સીટ મેળવવાની આશા: લલિત વસોયા - lok sabha election result 2024 - LOK SABHA ELECTION RESULT 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 6:53 AM IST
ધોરાજી: 4 જૂન 2024ના રોજ એટલે કે આજે લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે. ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા એ કર્યો જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે આ વખતે મતદારો ભાજપને જાકારો આપી, કોંગ્રેસ પાંચ વચનો આપીયા છે. એમની ઉપર વિશ્વાસ રાખી મતદારો મત આપશે. અને અમને વિજયની આશા છે. આ વખતે ખેડૂતો આદિવાસી અને સામાન્ય પ્રજા પણ નીતિ રીતિથી કંટાળી છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે. ત્યારે ભૂતકાળમાં ઘણી વખત એકઝિટ પોલ ખોટા પણ પડ્યા છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનની 290 થી 295 સીટ મેળવવાની આશા છે. અને ગુજરાતમાં 6 સીટો ઉપર આપ અને કોંગ્રેસ બેઠકો જીત મેળવશે. ચૂંટણી પછી મોંઘવારીનો કોરડા વીજવાનું શરૂ થય ગયું છે. ટોલ ટેક્ષ અને અમુલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.