4 ઠગબાજોનું પોલીસે કાઢ્યુ જાહેરમાં સરઘસ, લોકોએ પોલીસની કાર્યવાહીની સરાહના કરી - Public parade of cheating gang - PUBLIC PARADE OF CHEATING GANG
🎬 Watch Now: Feature Video
Published : Aug 11, 2024, 2:16 PM IST
સુરત: સુરતમાં હિરાના વેપારીઓ સાથે છેતરપિંડી કરનારાઓનું જાહેરમાં સરઘસ કાઢીને પોલીસે તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે. પૂણામાં રહેતા અને મહીધરપુરાની હીરા બજારમાં હિરાના વેપારી તરીકે વ્યવસાય કરતા ધ્રુવીશ સતાશીયાને ગત 24 માર્ચના રોજ જીમિત ઓધવજી કુકડિયા નામના નાનપુરામાં રહેતા શખ્સે હીરા બજારમાં દલાલી કરતો હોવાનું જણાવીને વિશ્વાસમાં લીધા હતાં. દલાલ જીમિતના કહેવાથી ધ્રુવીશે જેનીશ ધનજી ભાદાણી અને હર્ષિલ મેઘજી પટેલ ઉર્ફે કાકડિયાને 18 લાખ 27 હજારના હીરા આપ્યા હતાં. થોડાક દિવસ બાદ વિપુલ વિઠ્ઠલ કાકડિયા નામના વ્યક્તિને ૮.૨૨ લાખનો માલ સાત દિવસમાં જ પેમેન્ટનું કહી અપાવ્યો હતો. જોકે, જીમીત અને જેનીસે ધ્રુવીશને જે ચેક આપ્યા હતા, તે રિટર્ન થયા હતા. આથી ધ્રુવીશે મહિધરપુરા પોલીસને જાણ કરી હતી અને પોલીસે વેપારીઓને ઠગતી આ ટોળકીને પકડી પાડી હતી. ચારેય ઠગબાજોને હીરાબજારમાં લઈ જઈ સરઘસ કાઢી બરાબરન સબક શીખવ્યો હતો.