કામરેજ ગામે ગેરકાયદેસર રીતે મોડીફાઇડ કાર લઈને ફરતા ઇસમ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી - illegally modified cars - ILLEGALLY MODIFIED CARS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 9, 2024, 9:32 PM IST

સુરત: કામરેજ પી.આઈ ઓ.કે જાડેજાની આગેવાનીમાં કામરેજ ટ્રાફિક પોલીસ કામગીરી કરી રહી હતી. ત્યારે ગેરકાયદેસર રીતે વાહન મોડીફાઈડ કરી પોતાની ફોર વ્હીલના આગળના ભાગે પોલીસ વાહનમાં લગાવેલી લાલ ભુરી લાઈટ લગાવી ફરતા BMW ચાલકને ઝડપી પાડયો હતો.

કામરેજમાં વટ પાડવા અને લોકોમાં પોતાની કંઇક અલગ જ છાપ ઊભી કરી ડરનો માહોલ ઉભો કરવા સોનેરી કલરની BMW XI (GJ05CS-2246)નંબર ચાલક અને કામરેજની ભવાની સોસાયટી ખાતે રહેતા બીજલ આલસુરભાઈ ભડાને દાદા ભગવાન મંદિરથી કામરેજ ચારરસ્તા વચ્ચેના રોડ પરથી ઝડપી પાડયો હતો.

ઉલ્લેખનીય બાબત એ છે કે, ગાડીના માલિક તરીકે ગોંડલના રહેવાસી તીર્થ દિનેશભાઈ પટેલ છે. જ્યારે પકડાયેલા ચાલક બીજલ ભડા પાસે ગાડીનું લાઇસન્સ પણ ના હતું. ગાડીની નંબર પ્લેટ પણ આરટીઓ માન્ય નહી પરંતુ ફેન્સી લાગેલી હતી. ગાડીનો વીમો પણ પૂરો થયો હતો જ્યારે ગાડીમાં અલગ અલગ પ્રકારની લાઈટ ફીટ કરેલી હતી. કામરેજ પોલીસે પકડાયેલા ગાડી ચાલક વિરૂદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, અવાર નવાર મોડીફાઇડ વાહનો લઇને રોડ પર ફરતા લોકોની ફરીયાદો મળતી હતી. જેને લઇને અમારી ટીમ દાદા ભગવાન મંદિર પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગેરકાયદેસર રીતે મોડીફાઈડ વાહન લઇને ફરતા BMW કંપનીના કાર ચાલકને ઝડપી લીધો હતો અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.