જામનગરમાં સ્ટંટબાજ યુવકને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો, જુઓ સ્ટંટનો વીડિયો - jamnagar bike stunt - JAMNAGAR BIKE STUNT
🎬 Watch Now: Feature Video
Published : Mar 29, 2024, 4:35 PM IST
|Updated : Apr 2, 2024, 3:45 PM IST
જામનગર : જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર સુતા સુતા બાઈક ચલાવી સ્ટંટ કરનારને પોલીસે પાઠ ભણાવ્યા છે. આ બાઈક પર સ્ટંટ કરતા આ શખ્સનો વીડિયો કોઈ ચાલકે મોબાઈલ દ્વારા વાયરલ કર્યો હતો. જેના આધારે પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે. જામનગરના રામનગર વિસ્તારમાં સલીમ બાપુના મદ્રેસા પાસે રહેતો 18 વર્ષીય જાવીદ ખાલિદ ચમડીયા ગઈકાલે બપોરે ચારેક વાગ્યાની આસપાસ લાલપુર બાયપાસ ચોકડીથી જામનગર તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યો હતો. આ દરમિયાન તે અન્ય રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે બાઈક પર સુતા સુતા સ્ટંટ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી વાયરલ કર્યો હતો. આ વીડિયોના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે બાઈક ચાલક સામે IPC કલમ 279 તથા MV એક્ટ 183, 184-3 અને 181 મુજબ ગુનો નોંધ્યો છે. સાથે જ આરોપીની અટકાયત કરી તેનું બાઈક કબજે કર્યું છે.