જુનાગઢમાં PM નરેન્દ્ર મોદીની જનસભા LIVE - PM NARENDRA MODI PUBLIC MEETING - PM NARENDRA MODI PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
Published : May 2, 2024, 3:43 PM IST
|Updated : May 2, 2024, 5:50 PM IST
જૂનાગઢઃ આણંદ અને સુરેન્દ્રનગરમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચ્યા છે, જુનાગઢ લોકસભા મતક્ષેત્ર સંબંધી ચૂંટણી સભામાં પીએમો મોદી સંબોધન કરી રહ્યાં છે. આ ચૂંટણી સભાનું આયોજન એગ્રિકલ્ચર યુનિવર્સીટીના રમતગમત સંકુલમાં કરવામાં આવ્યું છે. જેમાં ધોમધખતા તાપ અને ગરમી વચ્ચે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં છે. સભા સ્થળ પર આવેલા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 2,500 કરતાં પણ વધુ પોલીસ પેરામિલેટરી ફોર્સ અને અન્ય જવાનોને ડ્યુટી સોંપી દેવાઈ છે. આ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સભા સ્થળે પોતાની ડ્યૂટીનો ચાર્જ લઈને જ્યાં સુધી સભા પૂર્ણ ન થાય ત્યાં સુધી ખડેપગે રહેશે. મહત્વપૂર્ણ છે કે, જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે.
Last Updated : May 2, 2024, 5:50 PM IST