India's Techade: PM મોદીના હસ્તે 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ - Three Semiconductor Facilities

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 10:30 AM IST

Updated : Mar 13, 2024, 11:37 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રૂ. 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા માટે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સની સ્થાપના માટે સંશોધિત યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવશે. 91,000 કરોડ થી વધુના કુલ રોકાણ સાથે આ દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) માટે સંશોધિત યોજના હેઠળ મોરીગાંવ, આસામમાં આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાની સ્થાપના કરવામાં આવશે જેમાં લગભગ 27,000 કરોડનું કુલ રોકાણ છે.
Last Updated : Mar 13, 2024, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.