જાણો કેમ 30 વિદ્યુત સહાયકોને કરવામાં આવ્યા ફરજમોકૂફ ? - PGVCL recruitment scam - PGVCL RECRUITMENT SCAM
🎬 Watch Now: Feature Video
Published : Jun 13, 2024, 2:26 PM IST
રાજકોટ : PGVCL વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયા મામલો સામે આવ્યો છે. વર્ષ 2021-22માં PGVCL વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી માટે ઓનલાઈન પરીક્ષા સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. જોકે, ગુજરાતના વિવિધ સેન્ટર ખાતે આયોજિત પરીક્ષામાં કેટલાક સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ એજન્ટ સહિત બાર જેટલા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તપાસના અંતે પોલીસે શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCL ને આપ્યું હતું. જેના આધારે PGVCL દ્વારા તપાસ કરી 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજમોકૂફ કરી તમામ કર્મચારીઓ સામે તહોમતનામું દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ચોરવાડ, બાંટવા, લાલપુર, ધોરાજી, ભાયાવદર, જામજોધપુર, કુતિયાણા, દસાડા, બોટાદ, સામખીયારી, બરવાળા, રાણપુર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ભચાઉ, ભુજ સહિતની કચેરીમાં ફરજ બજાવનાર વિદ્યુત સહાયકોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.