Patan News : પાટણમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ, પીએમ મોદીએ ઓનલાઇન હાજર રહી 250 કરોડની સહાય વિતરિત કરી - પાટણમાં નારી શક્તિ વંદના
🎬 Watch Now: Feature Video
Published : Mar 6, 2024, 7:03 PM IST
પાટણ : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજીત ' નારી શક્તિ વંદના ' કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદીએ ઓનલાઇન હાજર રહી 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય વિતરિત કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્વસહાય જૂથ મંડળની બહેનોને ચેક અર્પણ કરાયાં હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 માં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય આપ્યું .છે ત્યારે ડબલ એન્જિનની સરકાર નારી શક્તિના ઉત્થાનથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સૌના સહકારથી પૂરો કરાશે. સ્વસહાય જૂથની મહિલાઓને સરકાર દ્વારા અપાતી સહાયથી મહિલાઓનું આર્થિક બળ વધી રહ્યું છે. પાટણના મીઠી વાવડી ગામે રાણી લક્ષ્મીબાઈ મંડળ સ્વસહાય જૂથ કાર્યરત છે જેમા 10 મહિલાઓ પશુપાલન, મુખવાસ અને સીવણનું કામ કરી મહિને 5,000 થી 10000 ની રોજગારી મેળવી રહી છે. આ મંડળને સરકાર દ્વારા ડ્રોન પણ આપવામાં આવ્યું છે. આ મંડળની સંચાલક મહિલાની ડ્રોન દીદી તરીકે પસંદગી કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે તેઓને આ અંગેની તાલીમ આપવામાં આવી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી વિવિધ સખી મંડળો અને સ્વ સહાય જૂથની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.