રાજકોટમાં દિવ્યાંગ બાળકો માટે ગરબાનું એકદિવસીય આયોજન, દિવ્યાંગ બાળકો મનમૂકીને ગરબે ઘૂમ્યા - Garba for disabled children - GARBA FOR DISABLED CHILDREN
🎬 Watch Now: Feature Video
Published : Oct 7, 2024, 11:48 AM IST
રાજકોટ: ગુજરાતમાં નવરાત્રી ગરબાના જુદા જુદા આયોજનો થતા હોય છે. ત્યારે રાજકોટના મહુડી વિસ્તારમાં આવેલ શ્રીમતી સરોજની નાયડુ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો માટે એક દિવસીય ગરબાનું આયોજન પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું .આ સંસ્થાનું સંચાલન કરતા પૂજા પટેલે જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકો ગરબા કે જુદા જુદા ધાર્મિક ઉત્સવ ઉજવાતા હોય છે. ત્યારે ત્યાં સંકોચ અનુભવતા હોય છે. જેથી એક દિવસ તેમના માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, ડી.ડી.ઓ નવનાથ ગ્વાહણે, પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા તેમજ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા, મનપાના મેયર નયનાબેન પઢારિયા, ભાજપના શહેર મંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, માધવ દવે સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પણ દિવ્યાંગ બાળકો સાથે ઘૂમ્યા પણ હતા.