નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો - Narendra Modi Birthday - NARENDRA MODI BIRTHDAY
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 5:06 PM IST
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74 મો જન્મદિવસ દેશભરમાં સેવાકીય પ્રવૃત્તિ ઉજવવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં પણ સ્વચ્છતા અને વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પથિકા આશ્રમ ખાતે આવેલા ગાંધીનગર બસ સ્ટેશનમાં સાફ-સફાઈ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગાંધીનગરના મેયર મીનાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ સહિતના નેતાઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ પદાધિકારીઓએ ઝાડુ લઈને બસ સ્ટેશનની સાફ સફાઈ કરી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી 74 વર્ષ પૂર્ણ કરીને 75 મા વર્ષમાં પ્રવેશ્યા છે. નરેન્દ્રભાઈ સામાન્ય રીતે જન્મ દિવસની ઉજવણી કરતા ન હતા. પરંતુ કાર્યકર્તાઓ અને નેતાઓને લાગણીને કારણે તેમને ઉજવણી કરવાની છૂટ આપી પણ સેવાકીય કાર્યો સાથે જન્મદિવસ ઉજવવાની છૂટ આપી છે. સેવાકીય કાર્યોથી સમાજમાં સંદેશ જાય તેવા કામ કરવાની છૂટ આપી છે. તેથી આ સપ્તાહ સેવાકીય કાર્યોથી ઉજવવામાં આવશે. નિરાધાર બાળકોની સેવા, સ્વચ્છતા, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાત મંદોને સહાયની પ્રવૃત્તિ એક અઠવાડિયા સુધી કરવામાં આવશે.
ગુજરાતમાં સેવાકીય કામ થાય તે હેતુથી વડાપ્રધાનની મુહિમ ચાલુ કરવામાં આવી છે. તેમણે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, સ્વચ્છતા એ લોકોનો સ્વભાવ બને. સફાઈની સાથે આરોગ્યના પ્રશ્નો પણ જોડાયેલા છે. આરોગ્યથી એક સુંદર વાતાવરણનું નિર્માણ ગામ, શહેર અને નગરમાં થાય તે માટે તેમને સંદેશ આપ્યો હતો. સમગ્ર ભારત વર્ષમાં લોકોએ તેમની વાત ઉપાડી છે. ધીમે ધીમે લોકોનો સ્વભાવ બની ગયો છે. આજે ગામે ગામ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયો છે.