જન્માષ્ટમીના દિવસે સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શણગાર કરાયો - JUNAGADH SOMNATH KRISHNA DARSHAN - JUNAGADH SOMNATH KRISHNA DARSHAN
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2024, 10:43 PM IST
ગીર સોમનાથ: હરી અને હર ની ભૂમિમાં આજે કૃષ્ણ જન્મોત્સવ નો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાના સોમવારના સંયોગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવને કૃષ્ણ જન્મોત્સવ દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે શ્રાવણ મહિનાનો સોમવારની સાથે કૃષ્ણ જન્મોત્સવ નો પ્રસંગ પણ ચાલી રહ્યો છે આવા સમયે પ્રથમ જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવને કૃષ્ણ જન્મોત્સવ દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. પ્રભાસતીર્થ ક્ષેત્રની આ ભૂમિ હરિ અને હર ના નામથી પણ ઓળખાય છે. સમુદ્ર કિનારે સોમનાથ મહાદેવ દર્શન આપી રહ્યા છે, તો નજીકમાં ભાલકા વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો તે પણ દર્શન આપી રહ્યા છે. ત્યારે સોમનાથ દર્શન કરવા માટે આવતા પ્રત્યેક શિવભક્તને કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગના પણ દર્શન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સોમનાથ મહાદેવને કૃષ્ણ જન્મોત્સવ દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી.