Mahashivratri 2024 : "બમ બમ ભોલે" ના નાદથી ગુંજ્યુ સોમનાથ મહાદેવ મંદિર પરિસર, ભવ્ય પાલખી યાત્રા નીકળી - Mahashivratri 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 4:15 PM IST
ગીર સોમનાથ : આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોની દર્શનાર્થે ઉમટ્યા છે. આજે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિજય રુપાણી અને ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી : મહાશિવરાત્રીના અતિ પાવન દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા કેન્દ્રીયપ્રધાન ભાનુબેન બાબરીયા પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આજે દિવસ દરમિયાન ત્રણ પહોરની આરતી સાથે મહાદેવની પૂજા અને ધ્વજા પૂજા ઉપરાંત શિવરાત્રીને લઈને બીજા અનેક ધાર્મિક પ્રસંગ અને ઉજવણીનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.