પાલનપુરમાં NSUIનું GCAS મુદ્દે વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી - NSUI protest against Jikas portal - NSUI PROTEST AGAINST JIKAS PORTAL
🎬 Watch Now: Feature Video
Published : Jun 29, 2024, 12:34 PM IST
બનાસકાંઠા: રાજયમાં GCAS મુદ્દે NSUIના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ NSUIના કાર્યકરોએ GCAS મુદ્દે શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. પાલનપુરના એરોમાં સર્કલ નજીક સૂત્રોચાર કરી NSUI વિરોધ કર્યો હતો. જો કે શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન કરે એ પહેલા પોલીસે પૂતળું છીનવી NSUIના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે આ દરમિયાન ઝપાઝપી પણ થઈ હતી. NSUIના કાર્યકારોનું માનવું છે કે, GCAS પોર્ટલથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે, જેને પરિણામે તેઓએ આ પોર્ટલ માટે વિરોધ કર્યો છે અને GCAS પોર્ટલ રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે.