Navsari Accident News : નવસારીના વાંસદામાં ગમખ્વાર અકસ્માત, પિતાપુત્રીનું મોત
🎬 Watch Now: Feature Video
Published : Feb 15, 2024, 8:21 AM IST
નવસારી :નવસારી જિલ્લાના વાસદા ધરમપુર હાઇવે ઉપર આવેલા જામલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં પિતાપુત્રીનું મોત નીપજ્યું હતું. રોંગ સાઈડ પર આવતા ટેમ્પો ચાલકે પિતા અને પુત્રીને અડફેટે લેતા અકસ્માતમાં પુત્રીનું ઘટના સ્થળે મોત જ્યારે પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તાપી જિલ્લાના અંતાપુર ગામે રહેતા સુરેશભાઈ ચૌધરી તેઓની પુત્રી મનીષાબેન ચૌધરીને ધરમપુર ખાતે આવેલી બી.એડ કોલેજ ખાતે મૂકવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન વાંસદા ધરમપુર હાઇવે ઉપર આવેલા જામલીયા ગામ પાસે સવારના 9:30 વાગ્યાના આરસામાં તેઓ પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન રોંગ સાઈડ આવતા ટેમ્પો હંકારતા ચાલકે પિતા અને પુત્રીને લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મનીષા ચૌધરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા સુરેશ ચૌધરીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેઓનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. તપાસ કરતાં અધિકારી પીઆઇ ચાવડા જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ વાંસદા પોલીસને પણ કરવામાં આવતા વાસદા પોલીસ દ્વારા મૃતકના દીકરાની ફરિયાદના આધારે ટેમ્પો ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ મૃતકના દીકરાની ફરિયાદના આધારે અકસ્માત સર્જીને ફરાર થયેલા ટેમ્પો ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે સાથે ટેમ્પોની યાંત્રિક તપાસ માટે આરટીઓ ખાતે મોકલાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.