નવસારી ખાતે રોડ અકસ્માતમાં યુવકનું મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ - navasari road incident - NAVASARI ROAD INCIDENT
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 5:07 PM IST
નવસારી: નવસારીના મધ્યમાં આવેલા શાંતિવન સોસાયટીમાં રહેતો અને હોન્ડા સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો યુવક બ્રિજેશ જયંતીભાઈ આહીર ઉંમર વર્ષ 39 જે બપોરના બે વાગ્યાના સમયે પોતાની નોકરીએથી રિષેસમાં ઘરે પરત આવી પાછો ઓફિસ જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન હાઇવે પરથી નવસારી તરફ આવતા સર્વિસ રોડ પર ડમ્પર સાથે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જેના કારણે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને બાઈક ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
અકસ્માત સ્થળની આસપાસ સીસીટીવી કેમેરા લાગેલા હતા. જેથી આ કરુણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને અકસ્માત મોતનો ગુનો નોંધી સીસીટીવી ટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
અકસ્માતની ઘટનાની જાણ યુવકના નોકરી સ્થળના સ્થાને થતા સ્ટાફ પણ શોક ગ્રસ્ત થઈ ગયો હતો. જ્યારે અકસ્માતની જાણ મૃતકના પરિજનોને કરાતા પરિવાર પર આભ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મૃતક યુવકના પરિવારમાં તેની પત્ની એક પુત્રી અને એક બહેન હોવાની માહિતી મળી રહી છે. સમગ્ર પરિવાર મૃતક યુવાન ઉપર નિર્ભર હતો. પરિવારના આધાર સ્તંભનું અકસ્માતમાં મોત થતા સમગ્ર પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.