Narmada: ભાજપમાં નેતૃત્વની કમી છે એટલે કોંગ્રેસના સિનિયર નેતાઓ લેવા માટે તલપાપડ થઈ રહી છે - ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી - ભાજપમાં નેતૃત્વની કમી
🎬 Watch Now: Feature Video
Published : Mar 6, 2024, 9:31 AM IST
નર્મદા: ભારત જોડો ન્યાય યાત્રા 9મી માર્ચના નર્મદા જિલ્લામાં આવશે અને ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી યાત્રા ચાલશે. જેમાં હરસિધ્ધિ માતાજીના દર્શન કરશે અને આંબેડકર ચોક ખાતે સંબોધન કરશે. જેની તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસના કાર્યકરોને જરૂરી જવાબદારીઓ સોંપવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકરોની એક બેઠક કરી હતી.
મીડિયા સાથે વાત કરતા ઉષા નાયડુએ જણાવ્યું હતું કે અમારા નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને લોકોમાં મોટો ઉત્સાહ છે. મોટી સંખ્યા લોકો કોંગ્રેસ વિચારધારા સાથે જોડાય છે. સાથે ભાજપ પર તીખા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપમાં નેતૃત્વની કમી છે.એ ટલે કોંગ્રેસના સિનિયર નેતાઓ લેવા માટે તલપાપડ થઈ રહી છે અને કોંગ્રેસના તૈયાર નેતા લઈને ભાજપને મજબૂત બનાવી રહ્યા છે. લોક સભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ખૂબ સારી છે. કોંગ્રેસ-APPના ગઠબંધન સાથે 26 બેઠકો ચોક્કસ જીતીશું એમાં કોઈ બે મત નથી.