કચ્છના સુમાર ખત્રીએ તૈયારી કરી અનોખી કૃતિ, રોગાન કળાથી તિરંગા સ્વરૂપે બનવી "ટ્રી ઓફ લાઇફ" - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 12:52 PM IST

કચ્છ : નિરોણા ગામના રોગાન કલાકાર સુમાર ખત્રીએ રોગાન આર્ટથી ટ્રી ઓફ લાઇફ તિરંગા સ્વરૂપે કંડાર્યું છે. આ કૃતિના કેન્દ્રમાં રાષ્ટ્રીય પક્ષી મોર પણ બનાવ્યું છે. 400 વર્ષ જૂની આ રોગાન કળામાં રંગો એરંડાના તેલ આધારિત બાફેલી પેસ્ટમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ પાતળા ધાતુના સળીયા મારફતે વિવિધ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુમાર ખત્રી દ્વારા આ કૃતિમાં દોરી દ્વારા ટ્રી ઓફ લાઇફની વિસ્તૃત ડિઝાઇન મુક્ત હાથે બનાવવામાં આવી છે. આ કળામાં બ્રશ પેઇન્ટિંગની જેમ ફેબ્રિકને સંપૂર્ણપણે સ્પર્શ કર્યા વિના સળિયા વડે ડિઝાઇન બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રોગાન કળાની આ અદ્ભુત ટેકનિક માત્ર કચ્છના મુઠ્ઠીભર કારીગરો દ્વારા જ કરવામાં આવે છે. કચ્છના નીરોણા ગામના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અબ્દુલ ગફુર ખત્રીના પરિવાર દ્વારા આ કળા ટકાવી રાખવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.