Narmada News : હર્ષદ વસાવાની ભાજપમાં ઘરવાપસી, વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ થઇને પક્ષ સામે લડ્યાં હતાં - વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ
🎬 Watch Now: Feature Video
Published : Feb 6, 2024, 5:36 PM IST
નર્મદા : હાલ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે અને કમલમ ખાતે ભાજપમાં કોંગ્રેસ અને આપના અનેક લોકો જોડાયા છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના 2000થી વધુ લોકો આજે અમદાવાદ કમલમ ખાતે ભાજપમાં જોડાવા રવાના થયાં હતાં. વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા સહિત 2000 લોકો ભાજપમાં ઘરવાપસી કરવા કમલમ ખાતે પહોંચ્યા છે. આજે સવારે રાજપીપળાથી 6 બસ અને 100થી નાની ગાડીઓ સાથે કાફલો ગાંધીનગર જવા રવાના થયા હતાં અને બપોરે 3 કલાકે કમલમ ખાતે તમામને સી આર પાટીલ ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં શામેલ રહ્યાં છે. ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં આ કાર્યકરો ભાજપ માટે મોટો ફાયદો કરાવશે એમ લાગી રહ્યું છે. ભાજપમાંથી છૂટા કરાયેલા હોદેદારોનો પુનઃ પ્રવેશ થશે. પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, ગુજકોમાસોલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સુનીલ પટેલ, પૂર્વ ભાજપ પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ સહિત મોટા હોદેદારોનો ભાજપમાં પુનઃ પ્રવેશ થશે..જોકે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ આ હર્ષદ વસાવા દાવેદાર રહેશે એ વાત પણ ચોક્કસ છે. પરંતુ હાલ તો ભાજપમાં ઘરવાપસીને લઈ આ બાબતે કાંઈ કહેવાનું ટાળ્યું હતું.