પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે નર્મદાના જંગલ સફારી પાર્કમાં વધારી સુવિધાઓ - Sardar Patel Zoological Park - SARDAR PATEL ZOOLOGICAL PARK
🎬 Watch Now: Feature Video
Published : Jun 1, 2024, 3:47 PM IST
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલું સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) 375 એકરમાં ફેલાયેલુ છે. અને સેંકડો દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓનું યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃતિની સાથે-સાથે જનજાગૃતીના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે.
હાલના સમયમાં ઉનાળામાં અહીં સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી- પક્ષીઓની એક પરીવારજનની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયેટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કેટલાક વિદેશી વાનર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ અને પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે પ્રાણી-પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવી છે.
જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી-પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરીયાત મુજબ એરકુલર, AC અને પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વિદેશી અને ભારતીય બર્ડ એવીયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મુકીને પાણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પ્રાણી-પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યુ છે.