Narmada Jayanti : માઁ નર્મદાને 1100 ફૂટની સાડી અર્પણ, માંગરોળમાં નર્મદા જયંતિની ઉજવણી - Maa Narmada 1100 feet saree

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2024, 4:08 PM IST

નર્મદા : આજે માંગરોલ ગામના નર્મદા નદી કિનારે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શ્રદ્ધાળુઓએ  નર્મદા મૈયાને 400 મીટર એટલે કે લગભગ 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. નર્મદા મૈયાના મહાપૂજનમાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા.

નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી : ભારતમાં એક માત્ર પવિત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. આજે નર્મદા જયંતિ નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં શ્રદ્ધાળુઓએ નર્મદા જયંતિની ઉજવણી કરી હતી. સેંકડો લોકોએ એકઠા થઈને નમામિ દેવી નર્મદે જયઘોષ સાથે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. 

1100 ફૂટની સાડી અર્પણ : નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થયા અને આ સાડીને દસથી વધારે નૌકાઓમાં લઈ જઈ નર્મદા માતાને સાડી અર્પણ કરી છે. નોંધનીય છે કે, 6 મહિના પહેલા જ નર્મદા નદીમાં પૂર આવવાને કારણે માંગરોળ ગામ ડૂબી ગયું હતું. જેમાં ગ્રામજનો અને ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયું હતું. છતાં આ માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાને કારણે ગ્રામજનોએ માં નર્મદાની મહાપૂજા કરી નર્મદા જયંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.